મુંબઇ ઈન્ડિયન્સ ફાઇનલમાં, રેકોર્ડતોડ જીત સાથે દિલ્હી સામે ટક્કર

મુંબઇ ઈન્ડિયન્સ ફાઇનલમાં, રેકોર્ડતોડ જીત સાથે દિલ્હી સામે ટક્કર

વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઇ ઈન્ડિયન્સ ફરી એકવાર ફાઇનલમાં પહોંચી ગઈ છે. એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને હર્મનપ્રીત કૌરની ટીમે શાનદાર જીત મેળવી. ૨૦૨૩માં નિરાશાજનક પ્રદર્શન બાદ આ વર્ષે મુંબઇએ મજબૂત કમબેક કર્યું છે. નેટ રન રેટના આધારે દિલ્હી કેપિટલ્સ પહેલેથી જ ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

એલિમિનેટરમાં મુંબઇ ઈન્ડિયન્સે રેકોર્ડતોડ સ્કોર બનાવ્યો. પ્રથમ બેટિંગ કરતા ૨૧૩/૪ રન નોંધાવ્યા, જે WPL પ્લે-ઓફમાં સૌથી વધુ સ્કોર છે. હેલી મેથ્યુઝ (૫૦ બોલમાં ૭૭), નૅટ સિવર-બ્રન્ટ (૪૧ બોલમાં ૭૭) અને હર્મનપ્રીત કૌર (૧૨ બોલમાં ૩૬)એ આકરશક બેટિંગ કરી. ગુજરાત ૧૬૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું. મેથ્યુઝે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ૩ વિકેટ લીધી. હવે ફાઇનલમાં મુંબઇ અને દિલ્હી વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *