IPL 2025: કોહલી સાથે ઓપનિંગ માટે કોણ? RCBની સંભાવિત પ્લેઇંગ XI જાણો!

IPL 2025: કોહલી સાથે ઓપનિંગ માટે કોણ? RCBની સંભાવિત પ્લેઇંગ XI જાણો!

આઈપીએલ 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નવી કેપ્ટનશિપ અને નવી ઓપનિંગ જોડી સાથે મેદાને ઉતરશે. ફાફ ડુ પ્લેસિસને રિટેન નહીં કરતાં, ટીમનું નેતૃત્વ હવે રજત પટીદાર સંભાળશે. સાથે જ, વિરાટ કોહલીનો નવો ઓપનિંગ પાર્ટનર પણ નક્કી થયો છે – ફિલ સોલ્ટ, જે ગયા વર્ષના સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે રમી ચૂક્યો છે.

આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે, અને પ્રથમ જ મેચ RCB સામે KKRની રહેશે. જો કે, RCB માટે ખરાબ સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયન પેસર જોશ હેઝલવુડની ઉપલબ્ધતા ચોક્કસ નથી. ટીમના મિડલ ઓર્ડરમાં લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ અને ક્રુનાલ પંડ્યા જેવા પાવર હિટર્સ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભૂવનેશ્વર કુમારનું નેતૃત્વ રહેશે, જ્યારે લુંગી એનગિડિ અને યશ દયાલ પણ પસંદગીમાં રહેશે. જો ટીમને સ્પિનરની જરૂર પડશે, તો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સુયશ શર્માને તક મળી શકે છે, જે અગાઉ KKR માટે રમ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *