આઈપીએલમાં વાપસી માટે તૈયાર રોબિન મિંજ
March 14, 2025

યંગ વિકેટકીપર-બેટ્સમેન રોબિન મિંજ માટે એક અકસ્માત કારકિર્દી માટે મોટો પડકાર સાબિત થયો. સ્પોર્ટ્સ બાઈક પર નીકળતા સમયે તે ગંભીર અકસ્માતનો ભોગ બન્યો અને તેથી તે છેલ્લા IPL સીઝનમાં રમી શક્યો નહીં. તેની પાવર હિટિંગની ઝલક જોવા માટે ચાહકો આતુર હતા, પણ તેઓને નિરાશ થવું પડ્યું.
ગયા સીઝનમાં ગુજરાત ટાઇટન્સે તેને રિટેન ન કર્યો, પણ આ વખતે મેગા ઑક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને ખરીદી લીધો. હવે તે નવી ટીમ માટે પોતાની છાપ છોડવા આતુર છે. મુંબઇ ટીમમાં પ્રથમ પસંદગીના વિકેટકીપર-બેટ્સમેન તરીકે પોતાને સ્થાપિત કરવા માટે તે સંપૂર્ણ રીતે તૈયાર છે.