‘ધ હન્ડ્રેડ’ માં એકપણ પાકિસ્તાની ખેલાડીનું પસંદગી નહીં! ભારતનો પ્રભાવ?

ઇંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગ માટે ૫૦ જેટલા પાકિસ્તાની પુરુષ અને મહિલા ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું, પણ એક પણ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું નથી. કેટલાક લોકો માને છે કે ભારતીય ઉદ્યોગપતિઓની માલિકીની ફ્રેન્ચાઇઝીઓના કારણે પાકિસ્તાની ખેલાડીઓ ઉપેક્ષિત થયા.
પાકિસ્તાનના યુવા ઝડપી બોલર નસીમ શાહ (૧.૧૪ કરોડ) સૌથી મોંઘા ખેલાડી હતા, પરંતુ તેમ છતાં કોઈ પણ ટીમે તેમને પસંદ કરી નથી. શાદાબ ખાન, હસન અલી, સૈયમ અયૂબ, અને ઈમાદ વસીમ પણ અનસેલેક્ટેડ રહ્યા. મહિલાઓમાં ફાતિમા સના, અલીયા રિયાઝ જેવી ખેલાડીઓ પણ ફ્રેન્ચાઇઝીઓની પસંદગીમાં નથી.
૨૦૦૯ થી પાકિસ્તાની ખેલાડીઓને IPL માં રમવાની મનાઈ છે. હવે ‘ધ હન્ડ્રેડ’માં પણ પાકિસ્તાની ખેલાડીઓનું પસંદગી નહીં થવું, શું આ પણ ભારતીય ઉદ્યોગપતિઓના પ્રભાવને કારણે થયું? આ દરમિયાન, અફઘાનિસ્તાનના નૂર અહમદને મેનચેસ્ટર ઓરિજિનલ્સ ટીમમાં સ્થાન મળ્યું છે.