સસ્તું સોનું ક્યાં મળે? ભારત અને અન્ય દેશોમાં ભાવમાં કેટલો તફાવત?

સસ્તું સોનું ક્યાં મળે? ભારત અને અન્ય દેશોમાં ભાવમાં કેટલો તફાવત?

ભારતમાં સોનાને રોકાણ અને પરંપરાગત મૂલ્ય બંને તરીકે જોવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ સતત વધતા રહ્યા છે. હાલમાં ૨૪ કેરેટ સોનાનું ૧૦ ગ્રામનું વજન લગભગ ₹૮૮,૦૦૦ સુધી પહોંચી ગયું છે. જો તેમાં જીએસટી અને આયાત કર સામેલ કરીએ તો કિંમત વધુ વધી જાય છે, જે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બનાવે છે.

બહેરિન, કુવૈત, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપુર અને દુબઇ જેવા દેશોમાં સોનાની કિંમત તુલનાત્મક રીતે ઓછી છે. ઉદાહરણ તરીકે, ભારતમાં સોનાનો દર આજે ₹8,684/ગ્રામ છે, જ્યારે દુબઇમાં તે ₹8,518/ગ્રામ છે. જોકે, વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધી રહ્યાં છે, જેનો પ્રભાવ આ દેશોની બજાર ઉપર પણ પડી રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *