છોકરીઓના અંગત અંગોમાં રંગ લગાવવાથી જેલ!
March 14, 2025

હોળીનો રંગ લગાવતી વખતે છોકરીઓના કપડાં કે અંગત અંગોને સ્પર્શ કરવો ગુનો છે. જો કોઈ વ્યક્તિ કોઈ છોકરીની મંજૂરી વિના તેના પર રંગ ભરેલો ફુગો ફેંકે, તો તેને ૭ વર્ષની જેલ થઇ શકે છે. ત્રણ વર્ષ પહેલા મેઘાલય હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા કે છોકરીની મંજૂરી વિના તેના કપડાં પરથી સ્પર્શ કરે અથવા તેને હાથ લગાવે, તો તે બળાત્કાર તરીકે ગણવામાં આવી શકે.