ભારતમાં સ્ટારલિંક ઈન્ટરનેટ: સ્પીડ તો મજબૂત, પરંતુ ભાવ કેટલો વ્યાજબી?
March 13, 2025

ભારતમાં સ્ટારલિંક (Starlink) સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા ટૂંક સમયમાં શરૂ થવાના સમાચાર ટેક જગતમાં ચર્ચાનો વિષય બની ગયા છે. ઈલોન મસ્કની સ્પેસX દ્વારા સંચાલિત આ સેવા પ્રથમ શહેરોમાં અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં લોન્ચ થશે. રિલાયન્સ Jio અને એરટેલ પહેલેથી જ સ્ટારલિંક સાથે ભાગીદારી કરી ચૂક્યા છે.
સ્ટારલિંક એક સેટેલાઇટ આધારિત ઈન્ટરનેટ સેવા છે, જે ટાવર કે ફાઈબર કેબલની જરૂરિયાત વિના સીધા ઉપગ્રહમાંથી ઈન્ટરનેટ પહોંચાડે છે. દુર્ગમ વિસ્તારોમાં પણ ઝડપી ઈન્ટરનેટ પહોંચાડવાની તેની ક્ષમતા મહત્વપૂર્ણ છે, પરંતુ કિંમત ખૂબ ઊંચી છે. જ્યાં Jio અને Airtel ૫જી પ્લાન ૫૯૯-૬૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે, ત્યાં સ્ટારલિંક માટે દર મહિને અંદાજે ૧૦,૫૦૦ રૂપિયા ખર્ચવા પડશે. આ ભિન્ન કિંમત સામાન્ય ગ્રાહકો માટે મોટો અવરોધ સાબિત થઈ શકે છે.