રહસ્યમય બિમારી: 50 લોકોના મોત

રહસ્યમય બિમારી: 50 લોકોના મોત

આફ્રિકન દેશ કોંગોમાં છેલ્લા 5 અઠવાડિયાથી એક રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકો તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવથી મરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ લક્ષણો ઇબોલા, ડેન્ગ્યુ, મારબર્ગ અને પીળા તાવ જેવા છે. આ રહસ્યમય રોગના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે.

થોડા દિવસો પહેલાં બોલોકો ગામમાં ચામાચીડિયા ખાધા પછી 48 કલાકની અંદર ત્રણ બાળકોના મોત થયા હતા. આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. અત્યાર સુધીમાં, આ રોગથી સંક્રમિત 419 લોકોમાંથી 53 લોકો મૃત્યુ પામ્યા છે. WHO અને સ્થાનિક આરોગ્ય વિભાગ આ રોગના કારણો અને ફેલાવાના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આ રહસ્યમય બિમારીના કારણે કોંગોમાં આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *