અમદાવાદ: સોલા બ્રિજ પર અકસ્માત, 1 મોત
February 27, 2025

અમદાવાદના સોલા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલા ટ્રકની પાછળ એક કાર ઘૂસી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર જૂનાગઢથી પરત ફરી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારી સામે આવતા અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા છે અને ટ્રક ચાલકનું પણ નિવેદન લીધું છે. આ અકસ્માતના પગલે સોલા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ ફરી શરૂ કરાવ્યો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બ્રિજ પર સલામતી વધારવાની માંગ કરી રહ્યા છે.
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.